w,w,w..આ કોઈ ભારતીય બોલરે લીઘેલી વિકેટ નથી પરંતુ ભારતીય બેટ્સમેન ની વિકેટ છે.. માત્ર આટલા રન માં થઈ ગયું ઓલઆઉટ..
ટીમ ઈન્ડિયા 2012થી ઘરઆંગણે કોઈ ટેસ્ટ સીરિઝ હારી નથી. જ્યારે ન્યૂઝીલેન્ડે છેલ્લે 36 વર્ષ પહેલા 1988માં ભારતીય ધરતી પર ટેસ્ટ જીતી હતી.
ટીમ ઈન્ડિયાની આઠમી વિકેટ પડી ગઇ છે. ઋષભ પંત 20 રન કરીને આઉટ થયો હતો. હેનરીએ તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ભારતે 25.3 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 39 રન બનાવી લીધા છે.
ભારતે 25 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 39 રન બનાવ્યા છે. પંત 20 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 47 બોલનો સામનો કરતા 2 ચોગ્ગા ફટકાર્યા છે. કુલદીપ યાદવ હજુ ખાતું ખોલાવી શક્યો નથી.
ન્યૂઝીલેન્ડે ભારતને 7મો ઝટકો આપ્યો છે. રવિચંદ્રન અશ્વિન શૂન્ય રને આઉટ થયો હતો. મેટ હેનરીએ તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ભારતે 24 ઓવરમાં 34 રન બનાવ્યા છે. રિષભ પંત 15 રન બનાવીને રમી રહ્યો છે.
બીજા દિવસે લંચ સુધીમાં ભારતે તેના પ્રથમ દાવમાં છ વિકેટ ગુમાવીને 34 રન બનાવ્યા હતા. બુધવારે કોઈ ટોસ થયો ન હતો અને આખો દિવસ વરસાદને કારણે ધોવાઈ ગયો હતો. ગુરુવારે ટોસ થયો અને ભારતીય કેપ્ટન રોહિત શર્માએ વાદળછાયા વાતાવરણમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. જો કે તેનો નિર્ણય અત્યાર સુધી ખોટો સાબિત થયો છે અને ટીમ ઈન્ડિયાએ માત્ર 23.5 ઓવરમાં 34 રન બનાવી લીધા છે અને છ વિકેટ ગુમાવી દીધી છે. રવિન્દ્ર જાડેજા લંચ પહેલા જ આઉટ થઈ ગયો હતો. છમાંથી ચાર બેટ્સમેન ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. જેમાં વિરાટ કોહલી, સરફરાઝ ખાન, કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજાનો સમાવેશ થાય છે. જ્યારે રોહિત બે રન બનાવીને આઉટ થયો હતો અને યશસ્વી 13 રન બનાવીને આઉટ થયો હતો. પંત 15 રન બનાવીને અણનમ છે. ન્યૂઝીલેન્ડ માટે વિલિયમ ઓ’રર્કે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી છે. મેટ હેનરીએ બે અને ટિમ સાઉથીને એક વિકેટ મળી છે.