આખરે ન્યૂઝીલેન્ડ ની ટીમને કરી ઓલઆઉટ સિપ્પીનર નો રહ્યો દબદબો..
ભારત અને ન્યૂઝીલેન્ડ ની પ્રથમ ટેસ્ટ મેચ ભારત 46 રને ઓલ આઉટ થઈ ગઈ હતી ત્યારે ન્યૂઝીલેન્ડ ની ટીમ ને 402 રન મા ઓલઆઉટ કરી દીધી હતી તેમાં ભારતીય ટીમના કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજા એ ત્રણ ત્રણ વિકેટ લીધી હતી..
રચિન રવિન્દ્રએ ભારત સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં સદી ફટકારી છે. આ તેની ટેસ્ટ કારકિર્દીની બીજી સદી છે.
રચિન રવિન્દ્ર પ્રથમ દાવમાં ભારત માટે દિવાલ બની ગયો છે. તેણે બેંગલુરુ ટેસ્ટ મેચમાં સદી ફટકારીને ટીમ ઈન્ડિયાને બેકફૂટ પર મોકલી દીધી છે. આ તેની ટેસ્ટ કારકિર્દીની બીજી સદી છે. રવિન્દ્રએ 124 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી, આ દરમિયાન તેણે 11 ચોગ્ગા અને 2 છગ્ગા પણ ફટકાર્યા હતા. તે હવે ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ઈતિહાસમાં ભારતીય ધરતી પર સદી ફટકારનાર 21મો ખેલાડી બની ગયો છે.
12 વર્ષ પછી સદી આવી
રચિન રવિન્દ્ર 2012 પછી ભારતમાં ટેસ્ટ સદી ફટકારનાર ન્યૂઝીલેન્ડનો પ્રથમ બેટ્સમેન પણ છે. 2012 માં, રોસ ટેલરે 113 રનની ઇનિંગ રમી હતી અને યોગાનુયોગ એ મેચ પણ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ હતી. રવિન્દ્રને આ મેદાન સાથે ખાસ લગાવ છે કારણ કે 2023 ODI ક્રિકેટ વર્લ્ડ કપમાં તેણે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં જ પાકિસ્તાન સામે 108 રનની શાનદાર ઇનિંગ રમી હતી.