રોહિત શર્મા થયો ભાવુક તેણે કહ્યું મારાથી થઈ ગઈ આ મોટી ભૂલ એટલે થયું આવું..
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં હંમેશા યાદ રાખવામાં આવશે. ભારતીય ટીમે અગાઉ બાંગ્લાદેશ સામેની ટેસ્ટ મેચમાં અનેક શ્રેષ્ઠ રેકોર્ડ નોંધાવ્યા હતા. જોકે હવે ન્યુઝીલેન્ડ સામેની મેચમાં ભારતે અનેક શરમજનક રેકોર્ડ નોંધાવ્યા છે. આજે ટેસ્ટ મેચના બીજો દિવસે ભારતીય ટીમ પ્રથમ ઈનિંગમાં માત્ર 46 રનમાં પેવેલીયન ભેગી થઈ જતા અનેક ચાહકો નિરાશ થયા છે. કોહલી, સરફરાઝ, રાહુલ, જાડેજા અને અશ્વિન એમ 5 બેટ્સમેનો શૂન્ય પર આઉટ થયા હતા.
ટીમ ઈન્ડિયા તરફથી માત્ર જયસ્વાલ અને પંત ડબલ ડિજિટનો સ્કોર નોંધાવી શક્યા હતા. હવે ભારતીય ટીમના ધબડકા અને સુકાની રોહિત શર્માનું મહત્ત્વનું નિવેદન સામે આવ્યું છે. રોહિતે ધબડકાની જવાબદારી લીધી છે અને તેણે સ્વિકાર્યું છે કે, મારાથી મોટી ભૂલ થઈ ગઈ છે અને મારો નિર્ણય ખોટો સાબિત થયો છે. તેણે કહ્યું કે, મેં પીચને સમજવામાં ભુલ કરી છે, જેના કારણે ટીમ ઈન્ડિયાની આવી સ્થિતિ ઉભી થઈ છે.
રોહિતો ટોસ જીતી બેટિંગ પસંદ કરવી ભારે પડી
બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચનો ગઈકાલે પહેલો દિવસ વરસાદના કારણે ધોવાઈ ગયો હતો. ત્યારબાજ આજે બીજા દિવસે સવારે પણ વરસાદ જેવી સ્થિતિ હતી, જોકે તેમ છતાં મેચ શરૂ કરાઈ હતી. આ દરમિયાન ભારતીય સુકાની રોહિત શર્મા એ ટોસ જીત્યો હતો અને તેમને ચોંકાવનારો બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રોહિતના આ ભૂલના કારણે ટીમ ઈન્ડિયાની એવી હાલત થઈ કે, મેચના બીજા સેશનની શરૂઆતમાં જ ટીમ 46 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. સૌથી મોટી વાત એ છે કે, રોહિત-કોહલી સહિતના ટોપ ઓર્ડરના બેટ્સમેને ખાતુ પણ ખોલાવી શક્યા ન હતા. ન્યુઝીલેન્ડના બોલરોના કહેર સામે ભારતીય ખેલાડીઓ ઘૂંટણીએ જોવા મળ્યા હતા.
પ્લેઈંગ ઈલેવનની ખોટી પસંદગી
બેંગલુરુમાં જ્યાં ન્યૂઝીલેન્ડ ત્રણ ફાસ્ટ બોલરો સાથે મેદાનમાં ઉતરી હતી. બીજી તરફ ટીમ ઈન્ડિયા આ મેચમાં ત્રણ સ્પિનરો સાથે નજર આવી રહી છે. છેલ્લી ત્રણ રણજી મેચોમાં અહીં ફાસ્ટ બોલરોએ સૌથી વધુ વિકેટો ઝડપી છે. ત્યારબાદ પણ ગૌતમ ગંભીર અને રોહિત શર્માએ આકાશદીપને તક ન આપી.