ન્યૂઝીલેન્ડ સામે પહેલા દાવ મા 0 મા આઉટ થયા બાદ આ યુવા ખેલાડી ની ધમાકેદાર બેટિંગથી ન્યૂઝીલેન્ડ ની ટીમ ને આપ્યો જવાબ..

ભારત અને ન્યૂઝીલેન્ડ ની ટીમ વચ્ચે ની મેચ મા કોહલી ની અડધી સદી અને સરફરાઝ ખાન ની ધમાકેદાર સદી ફટકારી છે..

દિવસના છેલ્લા બોલ પર વિરાટ કોહલી પેવેલિયન પરત ફર્યો હતો. આ પહેલા વિરાટ કોહલી અને સરફરાઝ ખાન વચ્ચે ત્રીજી વિકેટ માટે 136 રનની ભાગીદારી નોંધાઈ હતી.

ભારતીય ટીમ પ્રથમ દાવના આધારે ન્યુઝીલેન્ડ કરતા 125 રન પાછળ છે. આ સાથે જ ભારતની 7 વિકેટ બાકી છે. ભારત માટે રોહિત શર્મા બાદ વિરાટ કોહલી અને સરફરાઝ ખાને ત્રીજા દિવસે પચાસ રનનો આંકડો પાર કર્યો હતો.

વિરાટ કોહલી દિવસના છેલ્લા બોલ પર આઉટ થયો હતો. આ પહેલા વિરાટ કોહલીએ 102 બોલમાં 70 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી અને સરફરાઝ ખાન વચ્ચે 136 રનની શાનદાર ભાગીદારી થઈ હતી.

આ પહેલા રોહિત શર્માએ શાનદાર ઇનિંગ રમી હતી. રોહિત શર્મા 52 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલે પ્રથમ વિકેટ માટે 72 રન જોડ્યા હતા. યશસ્વી જયસ્વાલ 35 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *