ફરી એકવાર ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે ટીમ ઇન્ડિયા નવી ટીમ સાથે વાપસી કરશે મેદાન પર..
બેંગલુરુમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં ભારતીય ટીમ માત્ર 46 રનમાં આઉટ થઈ ગઈ હતી.
ભારતીય ટીમ હાલમાં ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે 3 મેચની ટેસ્ટ શ્રેણી રમી રહી છે. તેની બીજી મેચ આજથી (24 ઓક્ટોબર) પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. આ મેચ સવારે 9.30 કલાકે શરૂ થશે. પ્રથમ ટેસ્ટ જીતીને કિવી ટીમે સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે.
રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળની ભારતીય ટીમ પ્રથમ મેચમાં મળેલી હારથી ખૂબ જ દુઃખી છે. જો રોહિત બ્રિગેડ ન્યૂઝીલેન્ડ સામેની સીરીઝમાં વાપસી કરવા માંગે છે તો તેણે બીજી મેચમાં પરફેક્ટ પ્લેઈંગ-11ની પસંદગી કરવી પડશે.
શુભમન ગિલ વાપસી કરવા માટે તૈયાર છે. જ્યારે કેએલ રાહુલ અને સરફરાઝ ખાને તેના માટે જગ્યા ખાલી કરવી પડશે. મુખ્ય કોચ ગૌતમ ગંભીર રાહુલને વધુ તક આપવાના પક્ષમાં છે, પરંતુ સરફરાઝે બેંગલુરુમાં બીજી ઇનિંગમાં 150 રન બનાવીને પોતાનો દાવો મજબૂત કર્યો છે.
જો પીચ સ્પિન બોલરોને મદદ કરે છે તો રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજા તેનો પૂરો ફાયદો ઉઠાવવા માંગશે. વોશિંગ્ટન સુંદરને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જો તેને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવશે તો તેનાથી ભારતની બેટિંગ મજબૂત થશે.